પાઠ ૨૦ - ૨૫ પ્રકારના મિથ્યાત્વ

૧. અભિગ્રહિક મિથ્યાત્વ - સાચા ખોટાની ખબર વગર ખોટાને પકડી રાખે, મૂકે નહિ તે
૨. અણાભિગ્રહિક મિથ્યાત્વ - બધા દેવ, બધા ગુરૂને માને તે
૩. અભિનિવેશિક મિથ્યાત્વ - પોતાના મતને ખોટા જાણવા છતા મૂકે નહિ તે
૪. સાંશયિક મિથ્યાત્વ - (સત્યધર્મમાં) - શંકાશીલ રહેવુ તે
૫. અણાભોગ મિથ્યાત્વ - જેમાં બિલકુલ જાણપણું ન હોય તે
૬. લૌકિક મિથ્યાત્વ - આ દુનિયામાં જે દેવ ગુરુ ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે તેને માનવા અને તેમનાં પર્વ વગેરે ઉજ્વવાં તે
૭. લોકોત્તર મિથ્યાત્વ - બીજા પાંખડી મતની પેઠે તીર્થકર દેવની માનતા કરે
૮. કુપ્રાવચન મિથ્યાત્વ - ૩૬૩ પાખડીમતને માને
૯. જીવને અજીવ શ્રદ્ધે, તે મિથ્યાત્વ
૧૦.  અજીવન જીવ શ્રદ્ધે, તે મિથ્યાત્વ
૧૧.  સાધુને કુસાધુ, શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૨. કુસાધુ ને સાધુ, શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૩. આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૪. આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૫. ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૬.  અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૭. જિન માર્ગને અન્યમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૮. અન્ય માર્ગને જિન માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૯. જિન માર્ગથી ઓછુ પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૦. જિન માર્ગથી અધિકું પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૧. જિન માર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૨. અવિનય મિથ્યાત્વ - ગુરુ આદિ વડીલ સંતપુરુષોને વિનય ન કરે તે
૨૩. અકિરિયા મિથ્યાત્વ - સંયમ આદિ ક્રિયાને માને નહિ તે
૨૪. અજ્ઞાન મિથ્યાત્વ - અજ્ઞાનને સારૂં કરી માને તે
૨૫. અસાતના મિથ્યાત્વ – ગુરુ આદિની આસાતના કરે તે
એ પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે રૂડું જાણ્યું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ.

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા