પાઠ ૨૧ - ચૌદ પ્રકારના સમૂર્છિમ

ચૌદ સ્થાનકમાં સમૂર્છિમ જીવ ઉપજે છે તે
૧. ઉચ્ચારેસુવા - ઝાડામાં ઉપજે તે અને (વડીનીતમાં ઉપજે તે)
૨. પાસવણેસુવા - લઘુનીતમાં ઉપજે તે (પેશાબમાં ઉપજે તે)
૩. ખેલે સુવા - બળખામાં ઉપજે તે
૪. સિંઘાણે સુવા - નાકના લીટમાં ઉપજે તે
૫. વતેંસુવા - વમનમાં ઉપજે તે
૬. પિત્તસુવા - પિત્તમાં ઉપજે તે
૭. પૂએસુવા - પરુમાં ઉપજે તે
૮. સોણિએસુવા - લોહીમાં ઉપજે તે
૯. સુક્કે સુવા - વિર્યમાં ઉપજે તે
૧૦. સુક્ક પુગ્ગલ પારિસાડિયેસસુવા - વિર્યના પુદ્ગળ સુકાએલા ફરી ભીનાં થાય તેમાં ઊપજે તે
૧૧. વિગય જીવ કલેવરેસુવા - જીવ ગયા પછી રહેલા કલેવરમાં ઉપજે તે
૧૨. ઈત્થી પુરિસ સંજોગેસુવા - સ્ત્રી પરુષના સંયોગ વખતે ઉપજે તે
૧૩. નગર નિધ્ધમાણે સુવા - નગરની ખાબમાં ઉપજે તે
૧૪. સવ્વેસુ ચેવ અસુઈઠાણે સુવા - બધા ગંદકીનાં ઠેકાણામાં ઉપજે તે
એ ચૌદ સ્થાનકના જીવની વિરાધના થઈ હોય તો તસ્સ મિચ્છામી દુક્કડમ
આ ઠેકાણે ઈચ્છામિ ઠામિ, કાઉસ્સગ, નવકાર, અને કેરેમિ ભંતેનો પાઠ કહેવા

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા