પાઠ ૧૯ – અઢાર પાપ સ્થાનક

૧.  પ્રાણાતિપાત - જીવહિંસા
૨.  મ્રુષાવાદ - જૂઠ્ઠું બોલવું 
૩.  અદત્તાદાન - ચોરી કરવી, અણદીધેલી વસ્તુ લેવી
૪.  મૈથુન - અબ્રહ્યચાર્ય
૫.  પરિગ્રહ - ભૌતિક આસકિત
૬.  ક્રોધ - ગુસ્સો
૭.  માન - અહંકાર
૮.  માયા - કપટ
૯.  લોભ - અસંતોષ
૧૦.  રાગ - પ્રીતિ
૧૧.  દ્વેષ – તિરસ્કાર 
૧૨.  કલહ - કજિયો
૧૩.  અભ્યાખ્યાન - ખોટું આળ ચડાવવુ
૧૪.  પૈશુન્ય - ચાડી ચુગલી કરવી
૧૫.  પર પરિવાદ - નિંદા કરવી, વાંકુ બોલવું
૧૬.  રઈ અરઈ - પાપના કામમાં ખુશ થવું અને ધર્મનાં કામમાં નાખુશ થવું
૧૭.  માયામોસો - કપટ સહિત જૂઠું બોલવું
૧૮.  મિચ્છાંદસણસલ્લ - કુદેવ કુગુરૂ અને કુધર્મની શ્રદ્ધારૂપ શલ્ય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ
આ અઢાર પાપસ્થાનક મારા જીવે સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યા હોય તે અનંતા સિધ્ધ કેવળીની સાક્ષી એ મિચ્છામિ દુક્કડમ

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા