દશમું દેશાવગાસિક વ્રત - દશમું, દિશાની મર્યાદા બાંધવાનું વ્રત
દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે ઉપરાંત, સઈચ્છાએ, કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ,
દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, જેટલી ભુમિકા મોકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી એ, તે ઉપરાંત ઉવભોગ, પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચક્ખાણ, જાવ અહોરત્તં, એગ વિહં, તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા એવા દશમાં દેશાવગાસિક વ્રતના પંચઅઈયરા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં
આણવણપ્પઓગે - મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય
પેસવણપ્પઓગે - મર્યાદાની બહારની ચાકર દ્વારા વસ્તુ મંગાવી હોય અગર બહાર મોકલી હોય
સદાણુવાએ - સાદ કરી મર્યાદાની બહારથી કોઈને બોલાવ્યો હોય
રૂવાણુવાએ - પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહાર કોઈને બોલાવી હોય કે વસ્તુ મંગાવી હોય
બહિયા પોગલ પક્ખવે - કાકરો આદી નાખી મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય
તસ્સ મિચ્છામિ દુક્કદમ - મારૂં પાપ મિથ્યા થાઓ |