અગિયારમું પરિપૂર્ણ પોષધવ્રત - અગિયારમું ધર્મ કરણીથી આત્માને પોષવાનું વ્રત એટલે પાપરહિત થઈ સંવરે કરી આત્માને પોષવું
અસણં પાણં ખાઈમં સાઈમંના પચ્ચકખાણ - અન્ન, પાણી, મેવો અને મુખવાસ ખાવાની બંધી
અબંભંના પચ્ચક્ખાણ - મૈથુન સેવવાની બંધી
મણિસુવણ્ણના પચ્ચક્ખાણ - ઝવેરાત સોનુ વગેરે રાખવાની બંધી
માલાવન્નગ વિલેવણના પચ્ચખાણ - ફૂલથી માળા કે ચંદન વગેરે વિલેપન કરવાના પચ્ચક્ખાણ
સત્થ મુસલાદિક સાવજ્જ જોગના પચ્ચક્ખાણ - શસ્ત્ર, સાંબેલા, હથિયાર વગેરે, પાપ કામ કરવાની બંધી
જાવ અહોરંત્ત પજ્જુવાસામિ - એક દિવસ અને રાત્રિ તે પ્રમાણે આચરીશ
દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, એવી મારી સદહણા પ્રરૂપણાએ કરી પોષાનો અવસર આવે, અને પોષો કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુધ્ધ હોજો, એવા અગિયારમા પરિપૂર્ણ પોષધ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં:
અપડિલેહિયં દુપડિલેહિયં સિજ્જાસંથારએ - પાટ, પથારી આદિ બરાબર તપાસીને પડિલેહણ કર્યું ન હોય, અને કર્યુ હોય તો માઠી રીતે કર્યું હોય
અપમજ્જિયં દુપમજ્જિયંસિજ્જાસંથારએ - પાટ પથારી પોંજી ન હોય, અને પોંજી હોય તો, માઠી રીતે પોંજી હોય
અપડિલેહિયં દુપડલેહિયં ઉચ્ચારપાસવણ ભૂમિ - પેશાબ તથા દિશાએ જવાની ભુમિ, બરાબર જોઈ ન હોય, અને જોઈ હોય, તો માઠી રીતે જોઈ હોય
અપમજ્જિયં દુપમજ્જિયં ઉચ્ચારપાસવણ ભૂમિ – પેશાબ તથા દિશાએ જવાની ભૂમિ પોંજી ન હોય, અને પોંજી હોય તો, માઠી રીતે પોંજી હોય
પોસહસ્સ સમ્મં અણાણુપાલણયા - પોષધ વ્રતનું રૂડી રીતે પાલન ન કર્યું હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ |