પાઠ ૧૪ – નવમું સામાયિક વ્રત (પહેલું શિક્ષાવ્રત)

નવમું સામાયિક વ્રત - નવમું સમતાભાવમાં રહેવા રૂપ સામાયિક વ્રત
સાવજ્જોગનું વેરમણં - પાપના કામથી નિવર્તુ છું.
જાવનિયમ પરજ્જુવાસામી - જ્યાં સુધી મર્યાદા કરી છે ત્યાં સુધી સમભાવમાં રહુ
દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, એવી મારી તમારી સદહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ ત્યારે સ્પર્શના એ કરી, શુધ્ધ હોજો. 
એવા નવમા સામાયિક વ્રતના પંચઅઈયરા જાણિયવ્વા ન સમાયરિયવ્વા
તં જહા તે આલોઉં :
મણદુપ્પણિહાણે - સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય
વય દુપ્પણિહાણે - સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય
કાય દુપ્પણિહાણે - સામાયિકમાં કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય
સામાઈસ્સસઈઅકરણયાએ - સામાયિક વેઠની જેમ કરી હોય
સામાઈસ્સ અણવટ્ટીયસ કરણયાએ - સામાયિક પૂર્ણ થયા પહેલ પારી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા