પાઠ ૧૨  -  સાતમું વ્રત (બીજું ગુણવ્રત)

સાતમું વ્રત
ઉવભોગ - જે વસ્તુ એકવાર જ ભોગવાય તે ખાન પાનાદિ વગેરે
પરિભોગવિહં - જે વસ્તુ વારંવાર ભોગવામાં આવે તે ઘરેણાં લૂગડાં વગેરે તેની મર્યાદા
પચ્ચક્ખાયમાણે - બંધી કરવી
૧) ઉલ્લણિયાવિહં - અગં લુવાના વસ્ત્રની મર્યાદા
૨) દંતણવિહં - દાંતણની મર્યાદા
૩) ફલવિંહ - ફળની મર્યાદા
૪) અબ્ભગણવિંહ - તેલ વગેરે શરીરે ચોપડવાની મર્યાદા
૫) ઉવ્વટણવિંહ - પીઠી વગેરેની મર્યાદા
૬) મંજ્જણવિંહ - નાહવાનાં પાણી વગેરેની મર્યાદા
૭) વત્થવિહં - વસ્ત્રની મર્યાદા
૮) વિલેવણવિંહ - વિલેપન વસ્તુની મર્યાદા (સુખડ અંતર)
૯) પુફ વિંહ - પુષ્પ ફૂલની મર્યાદા
૧૦) આભરણવિંહ - ઘરેણાંની જાત અને સંખ્યાની મર્યાદા
૧૧) ધુપ વિંહ - ધુપની મર્યાદા
૧૨) પેજ્જ વિહં - પીવાની વસ્તુ ઓસડ-ચહા કૉફી વગેરે વસ્તુની મર્યાદા
૧૩) ભક્ખણવિહં - સુખડી વગેરે મર્યાદા કરી હોય
૧૪) ઉદનવિહં - ધાનની જાતની મર્યાદા
૧૫) સુપવિહં - કઠોળની મર્યાદા
૧૬) વિગયવિહં - ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં વગેરેની મર્યાદા
૧૭) સાગવિહં - લીલોત્રી શાકની મર્યાદા
૧૮) માહૂરવિહં - મધુર ફળ મર્યાદા
૧૯) જમણવિહં - જમવાની મર્યાદા અમુક વખતે આટલી વસ્તુ ખાવી
૨૦) પાણીવિહં - પાણીની મર્યાદા
૨૧) મુખવાસવિહં - સોપારી લવીંગ એલચી વગેરે મુખવાસની મર્યાદા
૨૨) વાહંણવિહં - વાહનની મર્યાદા
૨૩) ઉવાણવિહં - પગરખા વગેરેની મર્યાદા
૨૪) સયણવિંહ - શય્યા પલંગ વગેરે સૂવાની વસ્તુની મર્યાદા
૨૫) સચિતવિહં - સચેત (જીવરહિત) વસ્તુની મર્યાદા
૨૬) દવ્વવિહં - બીજાં દ્રવ્ય એટલે પદાર્થની મર્યાદા
ઈત્યાદિકનું યથા પરિણામ કીધું છે તે ઉપરાંત ઉવભોગ પરિભોગ
ભોગ નિમિત્તે ભોગવાના પચ્ચક્ખાણ
જાવજ્જીવાએ એગવિહં તિવિહેણ
ન કરેમિ મનસા વયસા કાયસા ઉપભોગ પરિભોગ
દુવિહે - બે પ્રકારે
પન્ન્તે - કહ્યા છે
તં જહા - તે આ પ્રમાણે
ભોયણાઉય - ભોજન સંબંધી
કમ્મઉય – કર્મ (વ્યાપાર) સંબંધી
ભોયણાઉયે - તેમા ભોજન સંબંધી
સમણોવાસએણં - શ્રાવકને
પંચઅઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - (પણ) આચારવા નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
સચિત્તાહારે - સચેત વસ્તુ ખાધી હોય (વનસ્પતિ)
સચિત્ત પડિ બધ્ધા હારે - સચ્ચેત વસ્તુ સાથે લાગેલી અચેત વસ્તુ (લીમડાનો ગુંદ વગેરે) નો ઉપયોગ થયો હોય
અપ્પોલિઓસહિભક્ખણાયા - વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હોય
દુપ્પોલિઓસહીભક્ખણાયા - માઠી રીતે પંકવેલી વસ્તુ ખાધી હોય (ભડથા વગેરે)
તુચ્છોસહિ ભકબણયા - ખાવું થોડું અને નાખી દેવું જાજું એવી વસ્તુ ખાધી હોય (સીતાફળ, શેરડી)
કમ્મઉણં - વ્યાપાર સંબંધી
સમણો વાસએણં - શ્રાવકને
પન્નરસ કમ્માદાણાઈં - પંદર પ્રકારે કર્મ આવવાનાં ઠેકાણા
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - આચરવા નહિ
તં જહા - જેમ છે તેમ
તે આલોઉં - કહુ છું
૧) ઈંગાલક્કમે - અગ્નિનો વ્યાપાર કીધો હોય (લુહાર)
૨) વણકમ્મે - મોટાં મોટાં વનનાં ઝાડો કપાવી કીધા હોય
૩) સાડી કમ્મે - સોડ કરીને વસ્તુ વેચવાનો ધંધો કર્યો હોય (ગળી દારૂ)
૪) ભાડી કમ્મે - ગાડાં ઘર વગેરે નવા કરાવી તેનાં ભાડા ખાવાનો વેપાર કર્યો હોય
૫) ફોડી કમ્મે - પ્રુથવીના પેટ ફોડવાનો ધંધો કર્યો હોય (કૂવા વાવ આદિ)
૬) દંત વાણિજ્જે - હાથી દાંત વગેરેનો વેપાર ક્રીધો હોય
૭) કેસ વાણિજ્જે - ચમરી ગાય વગેરેના વાળનો વેપાર કર્યો હોય
૮) રસ વાણિજ્જે - દારૂ, માંસ, મધ, માખણ, ચરબી આદિ રસનો વ્યાપાર કીધો હોય
૯) લક્ખ વાણિજ્જે - લાખ આદીનો વ્યાપાર કીધો હોય
૧૦) વીસ વાણિજ્જે - ઝેર, અફીણ વગેરેનો વ્યાપાર કીધો હોય
૧૧) જંત પિલ્લણકમ્મે - તલ શેરડી મગફળી કપાસ વગેરેને સંચાઓ વડે પિલવાનાં કાર્ય કર્યા હોય
૧૨) નિલ્લંછણકમ્મે - અંગોપાંગ છેદવા (આખલા - ઘોડા) વગેરેના
૧૩) દવગ્ગિદાવણિયા - જંગલ, ખેતર, પર્વત વગેરે આગ લગાવાના ધંધા કર્યા હોય
૧૪) સરદહ તલાગ પરિસોસણયા - સરોવર, કૂવા, તળાવ આદિ ઉલેચવાના તથા સોસવાનાં ધંધા કર્યા હોય
૧૫) અસઈજણ પોસણયા - હિંસક પશુ, ગુલામ દુરાચારી મનુષ્યો વગેરે આજીવીકા અર્થે પાલનપોષણ કર્યુ હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - તે મારૂં  પાપ મિથ્યા થાઓ

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા