પાઠ ૧૧  -  છઠ્ઠુ દિસિવ્રત (પહેલું ગુણવ્રત)

છ દિશાઓની મર્યાદા કરી તેની બહાર ન જવા સંબંધી
છઠ્ઠુ દિસિવ્રત - દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રતુ
ઉડ્ડદિસિનું યથાપરિમાણ - ઉંચી દિશાની મર્યાદા કરી છે
અધો દિસિનું યથાપરિમાણ - નીચી દિશાની મર્યાદા કરી છે
તિરિય દિસિનું યથાપરિમાણ - ત્રીછી (વચલી) જમીનની દિશાની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દશ્રિણ એ યથા પરિમાણ કીધું છે તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ - 
જાવજ્જીવાએ, દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવે મિ, મનસા, વયસા, કાયસા એવા છઠ્ઠા દિસિ વેરમણં વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિવ્વા તંજ્હા તે આલોઉં

ઉડ્ડ દિસિ પમણાઈક્કમે - ઉચી દિશાની મર્યાદા ઓળંગી હોય
અધો દિસિ પમણાઈક્કમે - નીચી દિશાની મર્યાદા ઓળંગી હોય
તિરિય દિસિ પમણાઈક્કમે - ત્રીછી દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની મર્યાદા ઓળંગી હોય
ખેતવુધ્ધી - એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારી હોય
સઈ અંતરધ્ધાએ - સદેહ પડયા છતાં આગળ જવાયું હોય
તસ્સ મિચ્છામીદુક્કડમ - મારૂ પાપ મિથ્યા થાઓ

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા