બીજું અણુવ્રત - બીજું નાનું વ્રત
થુલાઓ મુસાવાયાઓ - મોટું જૂઠું બોલવાથી
વેરમણં - નિવર્તુ છું
કન્નાલિક - કન્યા સંબંધી જુઠ
ગોવાલિક - ગાય ભેંસ વગેરે પશુ સંબંધી જુઠ
ભોમાલિક - જમીન સંબંધી જુઠ
થાપણમોસો - થાપણ ઓળવવા સંબંધી જુઠ
મોટકી કુડી સાખ - મોટી ખોટી સાક્ષી આપવા સંબંધી જુઠ
ઈત્યાદિ - એ વગેરે
મોટકું - મોટું
જૂઠું - જૂઠું
બોલવાના પચ્ચક્ખાણ - બોલવાની પ્રત્યાખ્યાન
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
દુવિહં - બે કરણે
તિવિહેણ - ત્રણ જોગે
ન કરેમિ - હું કરું નહી
ન કારવેમિ - (બીજા પાસે) કરાવું નહીં
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
એવા બીજા થુલ - મોટા
ભ્રુષાવાદ - જૂઠું બોલવાનું
વેરમણં - તજ્વાના
વ્રતના - વ્રતના
પંચ અઈયારો - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા જેવા
ન સમાયરિયવ્વા - (પણ) આચરવા જેવા નહિ
તંજ્હા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
સહસા ભક્ખણે - ધ્રાસકો પડે એવું બોલાયું હોય
રહસ્સા ભક્ખણે - કોઇની છાની વાત ઊઘાડી કરી હોય
સદારમંતભેએ - પોતાની સ્ત્રીના મર્મ ઊઘાડા કર્યા હોય
મોસાવએએ - ખોટો ઉપદેશ કર્યા હોય
કૂડલેહકરણે - ખોટા લેખ લખ્યા હોય
તસ્સ મિચ્છામિ દુક્કડં - તે મારું પાપ નિષ્ફળ થાઓ