પાઠ ૬  -  પહેલું અણુવ્રત

પહેલું - પહેલું
અણુવ્રત - નાનું વ્રત
થુલાઓ - મોટા
પાણાઈવાયાઓ - પ્રાણોના વ્યતિપાત - હિંસાથી
વેરમણં - નિવર્તું  છું
ત્રસ જીવ - હાલતા ચાલતા જીવો (જેવા કે)
બે ઈન્દ્રિય - બે ઈદ્રિંયવાળા
તેઈદ્રિંય - ત્રણ ઈદ્રિંયવાળા
ચઊરિંદ્રિય - ચાર ઈદ્રિંયવાળા
પંચેન્દ્રિય - પાંચ ઈદ્રિંયવાળા
જીવ - જીવોને
જાણી પ્રીછી - જ્ઞાનથી જાણીને ઓળખીને
સ્વ સંબંધી - પોતાના તથા સંબંધીના
શરીર માંહેલા પીડાકારી  -   શરીર માંહેલા પીડા ઉપજાવે તેવા
સ અપરાધી - પોતાનો અપરાધ કર્યો તેવા (પણ)
વિગલેંદ્રિય વિના - બે ત્રણ ચાર ઈદ્રિયવાળા જીવો તથા બાળક-ગાંડા વગેરે, જ્ઞાન ભાન વિનાના જીવો સિવાય, બાકીના ત્રસ જીવોને
આકુટ્ટિ - જાણી જોઈને ઈરાદાપૂર્વક
હણવા નિમિત્તે - હણવાની બુધ્ધિએ
હણવાના પચ્ચક્ખાણ - મારી નાખવાની બંધી
તથા સુક્ષ્મ એકેંદ્રિય - પણ હણવાના પચ્ચકખાણ
જાવજ્જીવાએ - જીવું ત્યાં સુધી
દુ વિહં - બે કરણે
તિ વિહેણં - ત્રણ જોગે કરી
ન કરેમિ - હું પોતે હિંસા કરૂં નહી
ન કારવેમિ - અને બીજા પાસે કરાવું નહી
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
એહવા પહેલા - એવા પહેલા
થૂલ પ્રાણાતિપાત - મોટા જીવની હિંસાથી
વેરમણં વ્રતના - નિવર્તવાના વ્રતના
પંચ અઈયારો - પાંચ અતિચાર
પેયાલા - પાતાળ કળશ સમાન મોટા
જાણિઅયવ્વા - જાણવા યોગ્ય (પણ)
ન સમાયરિયવ્વા - આચરવા યોગ્ય નહી
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
બંધે - ત્રણ જીવને ગાઢે બંધને બાંધ્યા હોય
વહે - ત્રસ જીવને લાકડી પ્રમુખના પ્રહાર કર્યા હોય
છવિચ્છેએ - નાક, કાન, આસિ અવયવો છેદયાં હોય
અઈ ભારે - ગજા ઉપરાંત ભાર ભર્યો હોય
ભત્તપાણ વોચ્છેએ - દ્વેષ બુધ્ધિથી ભોજન પાણીની અંતરાય પાડી હોય 
તસ્સ મિચ્છામિ દુક્કડં - તે મારું પાપ મિથ્યા થાઓ 

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા