દંસણ સમકિત - સાચા દેવ, ગુરુ, ધર્મ ઉપર શ્રધ્ધા રાખવી તે
પરમત્થ - પરમ સત્ય
સંથવો - પરિચય કરવો
વા - અને, અથવા
સુદિઢ્ઢ - ભલી દ્રષ્ટિથી જોયા છે (એવા)
પરમત્થ - પરમ સત્ય
સેવણા - સેવા કરવી, સંગ કરવો
વા વિ - અને વળી
વાવન્ન - સમકિત પામીને તેનાથી ખસી ગયા હોય તેવા
કુંદસણ વજ્જણા - ખોટા માર્ગનો (૩૬૩ પાંખડીઓનો) પાપ કરીને ધર્મ માનનારાઓનો ત્યાગ કરવો
સમ્મત સદહણા - એ સમકિતવંતની શ્રધ્ધા
એવા સમકિતના - એવા સમકિત જીવ
સમણોવાસએણં - સાધુ સેવનાર શ્રાવકને
સમ્મત્તસ્સ - સમકિતના
પંચ અઈયારા - પાંચ અતિચાર
પેયાલા - મોટા પાતાળ કળશ સમાન
જાણિયવ્વા - જાણવા યોગ્ય
ન સમાયરિયવ્વા - (પણ) આચારવા નહીં
તં જહા - જેમ છે તેમ
તે આલોઉં - તે કહું છું
સંકા - સમકિતના વિષે શંકા રાખે
કંખા - મિથ્યાત્વિના મતની ઈચ્છા કરવી તે
વિતિગિચ્છા - કરણીના ફળનો સંદેહ આણે
પરપાસંડ પરસંસા - બીજા પાખંડીના મતના વખાણ કર્યા હોય
પરપાસંડ સંથવો - બીજા પાખંડીનો સમાગમ કર્યો હોય
એ પાંચ અતિચારમાં કોઈ અતિચાર લાગ્યો હોય તો
તસ્સ મિચ્છામિ દુક્કડં