દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું 
          
  આગમે - સુત્ર સિધ્ધાંત 
  તિવિહે - ત્રણ પ્રકારના 
  પન્નતે - કહ્યા છે 
  તં જહા - તે જેમ છે તેમ (કહું છું)
  સુત્તાગમે - મૂળ સુત્રરૂપ આગમ એટલે ૩૨ શાસ્ત્રો 
  અત્થાગમે - અર્થરૂપ આગમ અથવા થોકડા વિગેરે 
  તદુભયાગમે - સુત્ર અને અર્થરૂપ શાસ્ત્ર 
  જંવાઈધ્ધં - જે, સુત્ર આઘા પાછાં ભણાયાં હોય 
  વચ્ચામેલઅં - ધ્યાન વિના સુત્રો ભણાયા હોય 
  હીણંફખરં - અક્ષરો ઓછા ભણાયા હોય 
  અચ્ચક્ખરં - અક્ષરો અધિક ભણાયા હોય 
  પયહીણં - પદ ઓછું ભણાયું હોય 
  વિણયહીણં - વિનય રહિત ભણાયું હોય 
  જોગહીણં - મન, વચન અને કાયાના અસ્થિર યોગે ભણાયું હોય 
  ઘોસહીણં - શુધ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય 
  સુઠુહિન્નં - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય 
  દુઠુપડિચ્છિયં - અવિનીતપણે જ્ઞાન લીધું હોય 
  અકાલે કઓસજ્ઝાઓ - અકાળે સજ્ઝાય કરી હોય 
  કાલે ન કઓ સજ્ઝાઓ - સજ્ઝાય કરવાને વખતે સજ્ઝાય ન કરી હોય 
  અસજ્ઝાઇએ સજ્ઝાયં - સજ્ઝાય ન કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી હોય 
  સજ્ઝાઇએ ન સજ્ઝાયં - સજ્ઝાય  કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી ન હોય 
  
  એમ ભણતાં ગણતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં.