પાઠ ૩  -  ઈચ્છામિ ખમાસમણો

ઈચ્છામિ - ઇચ્છુ છું
ખમાસમણો - હે ક્ષમાવંત ગુરુદેવ !
વંદિઉં - વંદના કરવાને
જાવણિજ્જાએ - (શરીરની) શકતિ પ્રમાણે
નિસીહિઆએ - શરીરને પાપ ક્રિયાથી હઠાવી
અણુજાણહ - અનુજ્ઞા - આજ્ઞા આપો
મેં મિ ઊગ્ગહં - મને મર્યાદામાં આવવાની
નિસીહિ - પાપ ક્રિયા રોકીને
અહોકાંય - આપનાં ચરણ કમલને
કાયસંફાંસં - મારી કાયાથી સ્પર્શ કરૂ છું
ખમણિજ્જો - ક્ષમા કરજો
ભે - હે પૂજ્ય ! આપને (મારા સ્પર્શથી)
કિલામો - બધા પીડા થઈ હોય તો
અપ્પકિલંતાણં - ગઈ છે કિલામના આપની
બહુ સુભેણં - ઘણા શુભયોગે-સમાધિ ભાવે
ભે - હે પૂજ્ય આપનો
દિવસો - દિવસ
વઈકકંતો - વહી ગયો
જત્તા ભે - જાત્રા રૂપ પૂજ્ય
જ્વણિજ્જં - મન તથા ઈદ્રીંયોની પીડાથી રહીત છો ?
ચ - અને
ભે - હે પૂજ્ય હૂં આપની
ખામેમિ - ક્ષમા માગું છું
ખમાસમણો - હે ક્ષમાવંત ગુરૂદેવ
દેવસિયં - દિવસ સંબંધી
વઈકકમં - અપરાધ થયો હોય
આવસ્સિયાએ - આવશ્યક કરણી કરતાં થયેલા અતિચારથી
પડિકકમામિ - નિવર્તું છું
ખમાસમણાંણં - ક્ષમાવંત ગુરૂદેવોની
દેવસિયાએ - દિવસ સંબંધી
આસાયણાએ - આશાતના વડે
તિત્તીસન્નયરાએ - તેત્રાશમાંથી કોઇપણ
જંકિચિં - જે કાંઈ
મિચ્છાએ - મિથ્યાભાવે
મણ દુકકદડાએ - દુષ્ટ મનથી
વય દુકકદડાએ - દુષ્ટ વચનથી
કાય દુકકદડાએ - શરીરની દુષ્ટ ચેષ્ટાથી
કોહાએ - ક્રોધથી
માણાએ - માનથી
માયાએ - કપટથી
લોહાયે - લોભથી
સવ્વ કાલિયાએ - સર્વ કાળ સંબંધી
સવ્વ મિચ્છોવયારાએ - સર્વ પ્રકારના મિથ્યા આચરણ વડે
સવ્વ ધમ્માઈકકમણાએ - સર્વ પ્રકારના ધર્મનું ઉલ્લંઘન કરનારી
આસાયણાએ - અસાતના વડે
જો મે - જે મેં
દેવસિઓ - દિવસ સંબંધી
અઈયારો - અતિચાર
કઓ - કયા હોય
તસ્સ - તેને
ખમાસમણો ! હે  ક્ષમવાવંત ગુરૂદેવ
પડિક્કામામિ - નિવર્તું છું
નિંદામી - નિંદું છું
ગરિહામિ - ધિક્કારું છું
અપ્પાણં વોસિરામિ - આત્માને તે પાપથી દુર કરૂં છું

"સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવ્વિસંથો બે, અને વંદના ત્રણ્ એ ત્રણે આવશ્યક પુરા થયા તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીડૂં, પદ, અક્ષર, ગાથા સુત્ર, ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિધ્ધ કેવલી ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુકકડં."
(અહીં ઉભા થઈને વંદના કરી "ચોથા આવશ્યક" ની આજ્ઞા માંગવી)

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા