ઇચ્છામિ - (હું) ઇચ્છું છું
ઠામિ - એક સ્થાને રહીને
કાઉસ્સગ્ગં - કાઉસગ્ગ (મન, વચન, કાયા સ્થિર રાખવી )
જો મે દેવસિયો - જે મેં દિવસ સંબંધી
અઇયારો – અતિચાર
કઓ - કર્યા હોય
કાઇઓ – કાયાથી
વાઇઓ – વચનથી
માણસિઓ – મનથી
ઉસ્સુત્તો - સૂત્ર વિરૂધ્ધ કર્યુ હોય
ઉમ્મગ્ગો - સાચા જૈન માર્ગ વિરૂધ્ધ
અકપ્પો - કલ્પે નહિ (તેવું કામ કર્યુ હોય)
અકરણિજ્જો – અકરણીય
દુજ્ઝાઓ - માઠું ધ્યાન ધર્યુ હોય
દુવ્વિચિંતિઓ - માઠી ચિંતવણા કરી હોય
અણાયારો - નહી આચરવા યોગ્ય
અણિચ્છિયવ્વો - નહી ઇચ્છવા યોગ્ય
અસાવગ પાઉગ્ગો - શ્રાવકને નહી કરવા યોગ્ય (કામ કર્યા હોય)
નાણે - જ્ઞાનને વિષે
તહ - તેમ જ
દંસણે - સમકિતને વિષે
ચરિત્તાચરિત્તે - શ્રાવકના દેશ વિરતિ ચારિત્રમાં
સુએ - સૂત્ર સિધ્ધાંતને વિષે
સામાઇએ – સામાયિકમાં
તિણ્હં - ત્રણ પ્રકારની
ગુત્તિણં - ગુપ્તિઓ (મન, વચન અને કાયા)
ચઊણ્હં - ચાર પ્રકારના
કસાયાણં - કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)
પંચણહં - પાંચ પ્રકારના
મણુવ્વયાણં – અણુવ્રત
તિણ્હં ગુણવ્વયાણં - ત્રણ પ્રકારનાં ગુણ વ્રતો
ચઊણ્હં - ચાર પ્રકારના
સિકખાવયાણં – શિક્ષાવ્રત
બારસ - એ બાર
વિહસ્સ – પ્રકારના
સાવગ ધમ્મસ્સ - શ્રાવક ધર્મની
જં ખંડિઅં - જે કાંઇ ખંડના કરી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડં - તે સંબંધી મારુ પાપ નિષ્ફળ થાઓ