The procedure to complete the saamaayik
સામાયિક પારવાની વિધિ

દ્ર્વ્ય થકી સાવજ્જ જોગ સેવવાના પચ્ચકખાણ

ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે

કાળ થકી બે ઘડી ઉપરાંત ન પારૂં
ત્યાં સુધી

ભાવ થકી છ કોટીએ પચ્ચકખાણ કર્યા હતા,
તે પૂરા થયાં તે પારું છું.

એહવા નવમાં સામાયિક વ્રતના

પંચ અઈયારા જાણિયવ્વા

ન સમાયરિયવ્વા

તં જ્હા તે આલોઉં

મણ દુપ્પણિહાણે

વય દુપ્પણિહાણે

કાય દુપ્પણિહાણે

સામાઈયસ્સ સઈ અકરણયાએ

સામાઈયસ્સ અણવઠ્ઠિયસ્સ કરણયાએ

તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાઈયં સમ્મં કાએણં

ન ફાસિયં, ન પાલીયં, ન તીરિયં

ન કિતિયં, ન સોહિયં, ન આરાહિયં

આણાએ અણુપાલિયં ન ભવઈ

તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાયિકમાં

દસ મનના,

દસ વચનના,

બાર કાયાના

એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો
હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાયિકમાં સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા,
રાજકથા એ ચાર વિકથા માંથી કોઈ કથા કરી હોય
તો તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાયિકમાં આહાર સંજ્ઞા,

ભય સંજ્ઞા,

મૈથુન સંજ્ઞા,

પરિગ્રહ સંજ્ઞા

એ ચાર સંજ્ઞા માંથી કોઈ સંજ્ઞાનું સેવન
કર્યું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાયિકમાં અતિક્રમ,

વ્યતિક્રમ,

અતિચાર,

અનાચાર,

જાણતા-અજાણતા મન, વચન, કાયાએ કરી
દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાર્યું,
વિધિએકરતાં અવિધિએ થયું હોય તો
તસ્સ મિચ્છામિ દુક્કડં

સામાયિકમાં કાનો, માત્રા, મીંડી, પદ, અક્ષર,
દીર્ઘ, ઓછું, અધિક, વિપરીત ભણાયુ હોય તો
અનંતા સિધ્ધ કેવલી પ્રભુની સાક્ષીએ તસ્સ
મિચ્છામિ દુક્કડં

<< આ પહેલા


index        અનુક્રમણિકા