પાંચમો આવશ્યક |
દેવસિયં – દિવસ સંબંધી ( અહીં ‘નવકાર’, ‘કરેમિ ભન્તે’, ‘ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ’ તથા ‘તસ્સ ઉત્તરી’ ના પાઠ કહેવા અને ત્યાર બાદ ધર્મધ્યાનનો અથવા ‘ચાર લોગસ્સ’ નો કાઉસગ્ગ કરવો, કાઉસગ્ગ પારીને એક લોગસ્સ કહેવો અને પછી ઊભડક બેસીને બે વખત ‘ઇચ્છામિ ખમાસમણો’ કહેવો) પછી સ્વામીનાથ સામાયિક ૧, ચઉવિસંથો ૨, વંદના ૩, પ્રતિક્રમણ ૪ અને કાઉસ્સગ ૫, એ પાંચ આવશ્યક પૂરા થયા, તેને વિષે શ્રી વીતરાગ દેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં. |
<< આ પહેલા હવે પછી >> |