છઠઠા ખામણાં શ્રાવક શ્રાવિકાને

છઠ્ઠા ખામણાં અઢી ધ્વીપ માંહે સંખ્યાંતા, અઢી ધ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાજીઓને કરૂં છું. તે શ્રાવકજી કેવા છે.
હુંથી તમથી, દાને, શીલે, તપે, ભાવે ગુણે કરી અધિક છે, બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે, મહિનામાં બે, ચાર અને છ પોષાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી અગિયાર પડિમાના સેવણહાર છે, ત્રણ મનોરથના ચિંતવનાર છે, દુબળા પાતળા જીવની દયાના આણનાર છે, જીવ અજીવ આદિ નવ તત્વના જાણનાર છે, એકવીશ શ્રાવકજીના ગુણે કરી સહિત છે, પરધન પથ્થર બરાબર લેખે છે, પર સ્ત્રી માત બેન સમાન લેખે છે, દઢધર્મી, પ્રિયધર્મી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મનો રંગ હાડહાડની મીંજાએ લાગ્યો છે, એવાં શ્રાવક શ્રાવિકા, સંવર, પોષા, પ્રતિક્રમણમાં બિરાજતાં હશે તેમને આજના દિવસ સંબંધી અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.

સાધુ સાધ્વીને વાદું છું, શ્રાવક શ્રાવિકાને ખમાવું છું, સમકિત દ્રષ્ટિ જીવોને ખમાવું છું, ઉપકારી ભાઈ બાઈને ખમાવું છું, માતાપિતાના જીવોને ખમાવું છું, ચોરાશી લાખ જીવાયોનિના જીવને ખમાવું છું :

૭ લાખ પ્રુથ્વીકાય
૭ લાખ અપકાય
૭ લાખ તેઉકાય
૭ લાખ વાયુકાય
૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય
૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય
૨ લાખ બે ઇંન્દ્રિય
૨ લાખ તે ઇંન્દ્રિય
૨ લાખ ચૌરેન્દ્રિય
૪ લાખ નારકી
૪ લાખ દેવતા
૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય
૧૪ લાખ મનુષ્યની જાતિ

એ ચોરાશી લાખ જીવાયોનિના જીવોને હાલતાં ચાલતાં ઉઠતાં બેસતાં જાણતાં અજાણતાં હણ્યા હોય હણાવ્યા હોય છેદ્યા હોય ભેદ્યા હોય પરિતાપના કિલામના ઉપજાવી હોય તો અરિહંત અનંતા સિધ્ધ ભગવંતની સાખે તસ્સ મિચ્છામ દુક્કડં

ગાથા :
ખામેમિ સવ્વે જીવા - ખમાવું છું સર્વ જીવોને જે જે જીવોએ મારા અપરાધો કર્યા હોય તે બધા અપરાધો હું ખમું છું
સવ્વે જીવાતિ ખમંતુ મેં - સર્વે જીવો પણ મને ક્ષમા આપજો
મિત્તીમે સવ્વ ભૂએસુ વેરં મજ્ઝં ન કેણઇ એવં મહં આ લોઇયં નિંદિર્ય ગરહિંય દુગંછિયં

સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈની સાથે મારે વેર નથી એ પ્રકારે હું આલોચના કરી, નિંદા કરી (ગુરુની સાક્ષીએ) વિશેષ નિંદા કરી દુગંછા કરી

સવ્વ તિવિહેણં પડિક્કંતો - સમ્યક પ્રકારે ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) પ્રતિક્રમણ કરતો થકો
વંદામિ જિણં ચઉવ્વીસ – ચોવીસ જિનેશ્વર પ્રભુઓને વાંદુ છું

ઇતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા નિંદા નિઃશલ્ય થયા વિશેષે અરિહંત, સિદ્ધ, કેવળી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ સાધ્વી, ગુરુ આદિ ને ભુજો ભુજો કરી ખમાવું  છું

અહિં ઇચ્છામિ ખમાસમણોનો  પાઠ બે વખત ઊભડક બેસીને કહેવો પછી

સ્વામિનાથ સામાયિક ૧, ચઊવ્વિસંથોર ૨, વંદના ૩ અને પ્રતિક્રમણ ૪ એ ચાર આવશ્યક પૂરા થયા તેને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો માત્રા મીડું પદ અક્ષર ગાથા સુત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહન્ત અનંત સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં
(અહિં ઊભા થઈને વંદના કરી પાંચમા આવશ્યકની આજ્ઞા માંગવી )

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા