ત્રીજા ખામણાં કેવળી ભગવાનોને

ત્રીજાં ખામણાં પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે, બિરાજતા જ્યવંક્ષ્તા કેવળી ભગવાનને કરૂં છું. તે સ્વામી જધન્ય હોય તો બે ક્રોડ અને ઉત્ક્રુષ્ટ હોય તો નવ ક્રોડ કેવળી, તે સર્વેને મારી તમારી સમય સમયની વંદના હોજો ! તે સ્વામી કેવા છે ? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રજ્લોક અંજલી જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે, તેમને અનંતુ જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંતુ ચારિત્ર છે, અનંતુ તપ છે, અનંતુ ધૈર્ય છે, અનંતુ વીર્ય છે, એ ષટે (છ) ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ ક્ષય કરી મુક્તિ જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે, સંજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુક્લ ધ્યાન, શુક્લ લેશ્યા, શુભ ધ્યાન, શુભજોગ, પંડિત વીર્ય, આદિ અનંત ગુણે કરી સહિત છે

ધન્યતે સ્વામી ગામાગર, નગર, રાયહાણી, જ્યાંજ્યાં દેશના દેતા થકા વેચરતા હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામિની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે. સ્વામીના દર્શન દેદાર કરી, નેત્ર પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે, સ્વામીને અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ, કર પવિત્ર કરતા હશે, તેમને પણ ધન્ય છે. ધન્ય સ્વામીનાથ ! આપ પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન, અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો, હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજો ભુજો કરી ખમાવું છું.
(અહીં તિખ્ખુત્તોનો પાઠ ત્રણ વખત બોલવો)

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા