પાઠ – ૨૬ ચોથું શ્રમણ સુત્ર

પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
એગવિહે - એક પ્રકારના
અસંજમે - અવિરતીરૂપ અસંયમથી
પડિક્કમામિ - નિર્વતુ છું
દોહિં બંધણેહિં - બે પ્રકારના બંધનથી
રાગ બંધણેણં - રાગ (સ્નેહ)ના બંધનથી
દોસ બંધણેણં - દ્વેષના બંધનથી
પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં દંડેહિં - ત્રણ પ્રકારના દંડથી
મણ દંડેણં - મનના દંડથી (ખરાબ વિચારથી)
વય દંડેણં - વચનના દંડથી (ખરાબ ઉચ્ચારથી)
કાયા દંડેણં - કાયાના દંડથી (શરીરના અજતનાએ પ્રર્વતાવાથી)
પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં ગુતિહિં - ત્રણ પ્રકારના ગુપ્તીને લગતા દોષો કે પ્રમાદ સેવનથી
મણ ગુત્તીએ - મનોગુપ્તિથી મનને ગોપવી રાખવું તે
વય ગુત્તીએ - વચનને ગોપવું
કાય ગુત્તીએ - કાયાને ગોપવી રખવી તે
પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં સલ્લેહિં - ત્રણ શબ્દથી (શલ્ય એટલે શૂળ કાંટો તેની પેઠે દુઃખ દાયક)
માયા સલ્લેણં - કપટ શલ્યથી
નિયાણ સલ્લેણં - નિયાણ શલ્યથી (ફળની ઈચ્છારૂપ શલ્યથી)
મિચ્છા દંસણસલ્લેણં – મિથ્યારૂપી શલ્ય (કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શ્રધ્ધાથી)
પડિક્કમામિ - નિર્વતુ છું
તિહિં ગારવેહિં - ત્રણ પ્રકારના ગર્વથી (અભિમાનથી)
ઈડ્ડિ ગારવેણં - ઋદ્ધિના ગર્વથી
રસ ગારવેણં - રસના ગર્વથી (સ્વાદની લોલુપતા)
સાયા ગારવેણં - સાતના ગર્વથી (સુખોના ગર્વથી)
પડિક્કમામિ – પાપથી નિર્વતુ છું
તિહિં વિરાહણાહિં - ત્રણ પ્રકારના વિરાધનાથી
નાણ વિરાહણાએ - જ્ઞાનની વિરાધનાથી (જ્ઞાનની અંતરાય, જ્ઞાનની નિંદા, અકાળે સ્વાધ્યાય વગેરે)
દંસણ વિરાહણાએ - સમકિતની વિરાધનાથી (જૈન સિધ્ધાંતને વિષે અશ્રધ્ધા)
ચરિન્ત વિરાહણાએ - ચારિત્રની  વિરાધનાથી (વ્રતાદિના ખંડનથી)
પડિક્કમામિ – પાપથી નિર્વતુ છું
ચઊહિંકસાએહિ - ચાર પ્રકારના કષાયોથી
કોહં કસાએણં - ક્રોધ કષાયથી
માણં કસાએણં - માન કષાયથી
માયા કસાએણં - માયા કપટ કષાયથી
લોહ કસાએણં - લોભ કષાયથી
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
ચઊહિં સણ્ણાહિં - ચાર પ્રકારની સંજ્ઞા (ઈચ્છાથી)
આહાર સણ્ણાએ - આહારની ઈચ્છા
ભય સણ્ણાએ - બહીક ભોગવવી
મેહૂણ સણ્ણાએ -  મૈથુનની ઈચ્છા
પરિગ્ગહ સણ્ણાએ -  દોલત વસ્ત્રાદિની ઈચ્છા
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
ચઉહિં વિકહાહિં - ચાર પ્રકારની વિકથાથી (પાપથી કથાથી)
ઈત્થી કહાએ - સ્ત્રી સંબંધી કથાથી
ભત્ત કહાએ - ભોજન સંબંધી કથાએ
દેસ કહાએ - દેશ સંબંધી કથાએ
રાય કહાએ - રાજ્ય સંબંધી કથાથી
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
ચઉહિં ઝાણેહિં - ચાર ધ્યાન સંબંધી દોષથી (તેમાં પ્રથમના બે આદર્યાથી અને પછીના બે નહિ આદરવાથી
અટ્ટેણં ઝાણેણં - આર્ત ધ્યાન કરવાથી (શોક, રૂદન વિલાપ માઠી ચિંતવણા કરવાથી)
રૂદેણં ઝાણેણં - રૌદ્ર ધ્યાન કરવાથી (અન્ય જીવને વધ બંધન આદિ થાય એમ ચિંતવણા કરવાથી)
ધમ્મેણં ઝાણેણં - ધર્મ સંબંધી ધ્યાન (ન ધરવાથી)
સુક્કેણં ઝાણેણં - સુકલ ધ્યાન (નિર્મળ ધ્યાન ન ધરવાથી)
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
પંચહિં કિરિયાહિં - પાંચ પ્રકારની ક્રિયા
કાઈયાએ - શરીરથી થતી (અયાતના) હાલવા ચાલવારૂપ ક્રિયાથી
અહિગરણિયાએ - અધિકરણ ક્રિયાથી (હથિયાર આદિ સાધનોથી થતી હિંસાથી)
પાઉસિયાએ - દ્વેષ રૂપ ક્રિયાથી
પારિતાવણિયાએ - (પોતાના અથવા બીજાના) પરિતાષ સંતાપ ક્રિયાથી
પાણાઈવાયકિરિયાએ - જીવ ઘાત ક્રિયાથી
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
પંચહિં કામ ગુણેહિં - પાંચ પ્રકારનાં વિષયને ઉત્તેજન આપનાર કામ ગુણોથી
સદેણં - શબ્દથી (ગાનતાન કરવાથી)
રૂવેણં - (સ્ત્રી આદિના) રૂપ નિરખવાથી
ગંધેણં - ગંધથી સુંગંધથી
રસેણં - રસ સ્વાદથી લેવા વડે
ફાસેણં - સ્પર્શથી સારા સારા સ્પર્શથી
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
પંચહિં મહવ્વએહિં - પાંચ પ્રકારનાં મહાવ્રતના દોષથી
સવ્વાઓ પાણાઈવાયાઓ વેરમણં - સર્વથા પ્રકારે જીવની હિંસા કરવાથી (ત્રણ કરણ અને ત્રણજોગ એમ મળીને નવ કોટીએ)
સવ્વાઓ મુસાવાયાઓ વેરમણં - સર્વથા પ્રકારે જૂઠું બોલવાથી નિર્વતુ છું
સવ્વાઓ આદિન્ના દાણાઓ વેરમણં - અણ દીધેલી વસ્તું લેવાથી નિર્વતુ છું
સવ્વાઓ મેહુણાઓ વેરમણં - સર્વથા પ્રકારે મૈથુન સેવવાથી
સવ્વાઓ પરિગ્ગહાઓ વેરમણં - દોલત રાખવાથી નિર્વતુ છું
પડિક્કમામિ - પાપનું નિર્વતુ છું
પંચહિં સમઈહિં - પાંચ પ્રકારની સમિતિના દોષથી
ઈરિયાસમિઈએ - માર્ગે ચાલવાથી સમિતિમાં લાગેલ દોષથી
ભાસા સમિઈએ - બોલતાં દોષ ન લાગે તેવું બોલવું તે સમિતિ
એસણા સમઈએ - દોષ રહિત આહાર પાણી લેવાની સમિતિમાં, (લાગેલા દોષથી)
આયાણ ભંડમત્ત નિક્ખેવણાસમઈએ - પાત્રા આદિ વસ્તુઓ લેતાં મૂકતાં જતના રાખવાની સમિતિમાં (લાગેલા દોષથી)
ઉચ્ચાર પાસવણ ખેલ જલ્લસિંઘાણ પારિટ્ટાવણિયા સમિઈએ
જંગલ, પેશાબ, બળખો, મેલ લીંટ વગેરે જતનાએ પરતવવારૂપ સમિતિમાં (લાગેલા દોષથી)
પડિક્કમામિ - પાપનું નિવારણ કરું છું
છહિં જીવ નિકાએહિ - છ પ્રકારના જીવના સમુહની વિરાધનના દોષથી કરું છું
પુઢ વિકાએણં - પ્રુથ્વીકાયની રક્ષામાં લાગેલ દોષથી (મોટી, પથ્થર મીઠું વગેરે)
આઉ કાએણં - પાણાના જૂવોની રક્ષામાં લાગેલ દોષથી
તેઉ કાએણં - અગ્નિકાયના જીવોની રક્ષમાં લાગેલ દોષથી
વાઉકાએણં - વાયરાના જીવોની રક્ષામાં લાગેલ દોષથી
વણસ્સઈ કાએણં - વનસ્પતિના જીવોની રક્ષામાં લાગેલ દોષથી
તસ કાએણં - ત્રણ કાયના જીવોની રક્ષામાં લાગેલ દોષથી (બે ઇન્દ્રિથી પંચેન્દ્રિ સુધીના હાલતા ચાલતા જીવો
પડિક્કમામિ - પાપનું નિર્વતુ છું
છહિં લેસાહિં - છ પ્રકારની લેશ્યામાં લાગેલા દોષથી
કિણ્હ લેસાએ - ક્રુષ્ણ લેશ્યાથી (હિંસાદિક અત્યંત મલીન પરિણામ)
નીલ લેસાએ - નીલ લેશ્યા ક્રોધ દ્વેષ આદિ દુરાચાર કરવાનું મધ
કાઉ લેસાએ - વાકાં કાર્ય કરવાં સરલપણારહિત પોતાના દોષ ઢાંકવાં, મિથ્યાત્વ તથા અનર્થપણું તે
તેઉ લેસાએ - તેજો લેશ્યા (આત્માના શુભ પરિણામનું આચરણ નહિ કરવાથી
પઉમ લેસાએ - પઘ લેશ્યા (આત્માના શુભતર પરિણામનું આચરણ નહિ કરવાથી)
સુક્ક લેસાએ - શુકલ લેશ્યા (ધર્મ ધ્યાન શુકલ ધ્યાન રાગે દ્વેષ જીત્યા જેણે તથા સમિતિ તથા ગુપ્તી સહિત એવા ગુણ હોય ને)
પડિક્કમામિ - પાપનું નિર્વતુ છું
સત્તહિં ભય ટ્ટાણેહિં - સાત પ્રકારના ભયનાં ઠેકાણાથી (૧) ઇહંલોક ભય (૨) પરલોક ભય (૩) ધન ભય (૪) અકસ્માત ભય (૫) આજીવીકા ભય (૬) મરણ ભય (૭) અપજશ ભય
અટ્ટહિં મય ઠાણેહિં - આઠ પ્રકારના મદ ઠેકાણા (૧) જાતિ (૨) કુળ (૩) બળ (૪) રૂપ (૫) તપ (૬) લાભ (૭) સૂત્ર (૮) મોટાઇ
નવહિં બંભચેરગુત્તીહિં - નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તીમાં (પ્રમાદથી લાગેલા દોષો) થી
દસવિહે સમણદામ્મે - દશ પ્રકારના સાધુધર્મમાં (લાગેલા અતિચારથી)
એક્કરસિહં ઉવાસગપડિમાહિ - અગિયાર પ્રકારની શ્રાવકની પડિમા (સંબંધી લાગેલા અતિચારથી)
બારસહિં ભિક્ખુ પડિમાહિં - બાર પ્રકારની સાધુ પડિમામા (લાગેલા દોષથી નિર્વ્રુત છું)
તેરસહિં કિરિયા ઠાણેહિં - તેર પ્રકારનાં ક્રિયાનાં સ્થાનકો સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું
ચઉદસહિં ભૂયગામેહિં - ચૌદ પ્રકારનાં ભૂતગામ એટલે પ્રાણી સમુદાય સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું
પન્નરસહિં પરમાહમ્મિએહિં - પંદર પ્રકારના પરમાધાર્મિક (પરમાધામિ) ના પાપના અનુમોદના વગેરે નિવર્તુ છું
સોલસહિંગાહા સોલસએહિં - સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનું પઠન નહિ કરવાથી
સત્તરસવિંહે અસંજમેહિ - સત્તર પ્રકારના અસંયમથી નિર્વતુ છું
અટ્ટારસવિહે અબંભેહિ - અઢાર પ્રકારના અબ્રહાચર્યથી નિર્વતુ છું
એગૂણવીસાએ ણાયજઝણેહિં - શ્રી જ્ઞાતાજી સૂત્રના ઓગણીશ અધ્યયન્નો અભ્યાસ ન કરવાં વગેરે દોષોથી નિવર્તુ છું
વીસાએ અસમાહિઠાણેહિં - વીસ પ્રકારના અસમાધિના સ્થનોથી નિર્વતુ છું
એગવીસાએ અબલેહિ - અકવીસ પ્રકારના સબળા દોષ કે જેથી ચારિત્રને હાનિ પહોંચે એ તેથી નિવર્તુ છું
બાવીસાએ પરિસેહેહિં - બાવીસે પરિષહો (માં લાગેલા દોષો) થી નિવર્તુ છું
તેવીસાએ સુયગડ જઝયણેહિં - સુયગડાંગ સુત્રના બન્ને શ્રુત સ્કંધન મળીને ૨૩ અધ્યયન છે તેમા વિપરીત શ્રધ્ધા પ્રરૂપણ આદિ દોષોથી નિવર્તુ છું
ચઉવીસાએ દેવેહિં - ચોવીસ જાતના દેવોની અશત્તનાથી લાગેલા દોષોથી નિવર્તુ છું
પણવીસાએ ભાવણાહિં - પચીસ પ્રકારની ભાવના નહિ ભાવવાથી, અથવા તે સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ છું
છવ્વીસાએ દસા કપવવહારેણં ઉદેસણં કાલેણં - દશાશ્રુતસ્કંધના ૧૦, બ્રુહત કલ્પના ૬, અને વ્યવહાર સૂત્રના ૧૦ અધ્યયનોએ કુલ ૨૬ અધ્યયનો છે તેના વિષે શ્રધ્ધા પ્રરુપણા સંબંધી દોષોથી નિવર્તુ છું
સત્તાવીસાએ અણગાર ગુણેહિં - સાધુજીના સત્તાવીશે ગુણો સંબંધી લાગેલા દોષોથી નિવર્તુ  છું
અઠ્ઠાવીસાએ આયારપ્પ કપ્પેહિં - સાધુજીના આચારના અઠ્ઠાવીસ (૨૫ આચારંગનાં અને ૩ નિશીથ સુત્રના) અધ્યયનો વિરુધ્ધ શ્રધ્ધા પ્રરૂપણા દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ  છું
સુત્રના અધ્યયનો વિરુધ્ધ શ્રધ્ધા પ્રરૂપણા દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ  છું
એ ગુણતીસાએ પાવસુયપાસંગેહિં - ઓગણત્રીસે પાપસૂત્રોના પ્રસંગોથી નિવર્તુ  છું
તીસાએ મહામોહાણિય ટ્ટાણેહિં - ત્રીસે પ્રકારના મહામોહનિય ઠેકાણાં છે
એગતીસાએ સિધ્ધાઇ ગુણેહિં - સિધ્ધ ભગવંતોના એકત્રીસ ગુણો વિરુધ્ધ શ્રધ્ધા પ્રરૂપણા દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ  છું
બત્તીસાએ જોગ સંગહેહિં - બત્રીશે પ્રકારના શુભયોગ સંગ્રહ સંબંધી પ્રમાદ આદિ દ્વારા લાગેલા દોષોથી નિવર્તુ  છું
તેત્તીસાએ આસાયણાએ - તેત્રીસ પ્રકારની ગુરુની અશાતનાના દોષોથી નિવર્તુ છું
અરિહંતાણં આસાયણાએ - અરિહંત દેવની અશાતના કરી હોય, એટલે તેમને વિષે ખોટું ચિંતવ્યું હોય
સિધ્ધાણં આસાયણાએ - સિધ્ધ ભગવાનની અશાતના કરી હોય તે વિષે કાંઈ સંદેહ કર્યો હોય
આયરિયાણં આસાયણાએ - આચાર્યજીની અશાતના કરી હોય
ઉવજઝાયણં આસાયણાએ - ઉપાધ્યાયજીની અશાતના કરી હોય
સાહૂણં આસાયણાએ - સાધુજીની અશાતના કરી હોય
સાહૂણીણ આસાયણાએ - સાધ્વીજીની અશાતના કરી હોય
સવિયણં આસાયણાએ - શ્રાવકની અશાતના કરી હોય
સાવિયાણ આસાયણાએ - શ્રાવિકાની અશાતના કરી હોય
દેવાણ આસાયણાએ - દેવોની અશાતના કરી હોય શ્રધ્ધા ન આણી હોય
દેવીણં આસાયણાએ - દેવીની અશાતના કરી હોય 
ઈહલોગસ્સ આસાયણાએ - આ લોકમાં જે મનુષ્ય તિર્યચના ભવ તેની નાસ્તિ કહી અશાતના કરી હોય 
પરલોગસ્સ આસાયણાએ - પરલોક જે દેવતા નારકીના ભવ તેની નાસ્તિ કહી અશાતના કરી હોય 
કેવલીણં  આસાયણાએ - કેવલ જ્ઞાન ને વિષે શંકા લાવી તેની અશાતના કરી હોય 
કેવલી  પન્નતસ્સ ધમ્મસ આસાયણાએ - કેવળીના પ્રરૂપેલ ધર્મનું માઠું બોલી તેની અશાતના કરી હોય 
સદેવ મણુય આસુસ્સ લોગસ્સઆસાયણાએ - દેવ મનુષ્ય અને અસુર સહિત જે લોકો તેની શ્રધ્ધા ન રાખી અશાતના કરી હોય
સવ્વ પાણ ભૂય જીવ સત્તાણું આસાયણાએ - સર્વે પ્રાણ (૨-૩-૪ ઈન્દ્રિયવાળા જીવ ભૂત (વનસ્પતિ જીવ (પંચેન્દ્રિય) સવ્વ (પ્રુથ્વી) પાણી અગ્નિ વાયુ) એકન્દ્રિયો તે સર્વની શ્રધ્ધા ન રાખી અશાતના કરી હોય
કાલસ્સ આસાયણાએ – ત્રણ (વર્તમાન ભૂત ભવિષ્ય) કાળ નથી એમ કહી અશાતના કરી હોય
સુયસ્સ આસાયણાએ - સૂત્ર સિધ્ધાંત શ્રુતજ્ઞાનની અશાતના કરી હોય
સુયસ્સ દેવયયાએ આસાયણાએ - શ્રુતદેવતા ગણધર તીર્થંકર દેવની અશાતના કરી હોય
વાયણારિયસ્સ આસાયણાએ - વાંચણી આપનાર આચાર્યની  અશાતના કરી હોય
જં વાઈધ્ધં - જે સૂત્ર આઘા પાછાં ભણાયા હોય
વચ્ચ મેલિયં - ધ્યાન વિના સૂત્રો ભણાયા હોય
હિણક્ખરં - અક્ષરો ઓછા ભણાયા હોય
અચ્ચક્ખરં - અક્ષરો અધિક ભણાયા હોય
પયહીણં - પદ ઓછું ભણાયુ હોય
વિણયહિણં - વિનય રહીત ભણાયુ હોય
જોગહીણં - મન, વચન કાયાના અસ્થિર યોગે ભણાયુ હોય
ઘોસહિણં - શુધ્ધ ઉચ્ચાર વિના ભણાયુ હોય
સુઠ્ઠદિન્નં - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય
દુઠ્ઠુ પડિચ્છિયં - અવિનીતપણું જ્ઞાનં લીધુ હોય
અકાલે કઓ સજઝાઓ - અકાળે સજઝાય કરી હોય
કાલે ન કઓ સજઝાઓ - સજઝાય કરવાને વખતે ન કરી હોય
અસજઝાએ સજ્ઝાંયં - સજઝાય ન કરવા યોગ્ય સ્થળે સજઝાય કરી હોય
સજઝાઇએ ન સજ્ઝાંયં - સજઝાય  કરવા યોગ્ય સ્થળે ન  કરી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ

એક બોલથી માંડીને તેત્રીસ બોલ સુધીમાં, મારા જીવે આજના દિવસ સંબંધી, જાણવા જોગ બોલ જાણ્યા ન હોય, આદરવા જોગ બોલ આદર્યા ન હોય, અને છાંડવા જોગ બોલ છાંડયા ન હોય, તો અરિહંત અનંત સિધ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં

ધન્ય છે તે મહાપુરુષોને જેઓ જાણવા જોગ બોલ જાણતા હશે, આદરવા જોગ આદરતા હશે અને છાંડવા જોગ છાંડતા હશે, તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા