પડિક્કમામિ - પાપનું નિવારણ કરૂં છું
ગોયરગ્ગચરિયાએ - ગાયની માફક થોડો થોડો આહાર લેવા જતાં, (ચરતી વખતે ગાય જેમ ઉપર ઉપરથી ઘાસ ખાય છે તેમ ઘણા ઘરેથી થોડો થોડો આહાર લેવો જેથી કોઈને જરા પણ તકલીફ પડે નહિ)
ભિક્ખાયરિયાએ - ભિક્ષા ચર્યામાં આહાર લેવા જતાં (જે અતિચાર લાગ્યા હોય તે કહે છે)
ઉગ્ઘાડ કવાડ ઉગ્ઘાડણાએ - વગર આજ્ઞાએ કમાડ ઉઘાડીને અંદર જવું કે અર્ધ ઉઘાડા કમાડ પૂરાં ઉઘાડીને અંદર જવા વડે
સાણા વચ્છા દારા સંઘટ્ટણાએ - કૂંતરાં વાછડા અને બાળકને અડીને ઓળંગીને જવા પડે
મંડી પાહુડિઆએ - કોઈની નિમિતે રાખી મુકેલું હોય તે લેવા પડે
બલિ પાહુડિઆએ - ઉછાળવા માટે જે બાકળા કર્યા હોય તે લેવા વડે
ઠવણા પાહુડિઆએ - ભિખરીઓ માટે કાંઇ રાખી મુક્યું હોય તે લેવા વડે
સંકિએ - શંકાવાળું લેવા વડે (કલ્પે તેવું છે કે નહિ તેની ખાતરી ન હોય તેવું)
સહસાગરે - ઉતાવળથી લેવા પડે
અણેસણાએ - (અજાણતાં) અસુઝતા આહાર લેવા વડે
પાણેસણાએ - અજાણતાં અસુઝતા પાણી લેવા પડે
પાણ ભોયણાએ - પ્રાણી જીવવાળું ભોજન લેવા વડે
બીય ભોયણાએ - બીજ્વાળું ભોજન લેવા વડે
હરિય ભોયણાએ - લીલોતરી સહિત ભોજન લેવા વડે
પચ્છા ક્મ્મિયાએ - આહાર વહોરાવ્યા પછી વહોરાવનાર સેચેત્ત પાણીથી હાથ આદિ ધૂએ વગેરે પશ્ચાત કર્મ લાગે છે તેવી ક્રિયાયુક્ત ભિક્ષા લેવાથી
પુરે કમ્મિયાએ - ભિક્ષા આપ્યા પહેલાં દાતા સચેત પાણીથી હાથ ધોવા વગેરે વડે પૂર્વ કર્મ લાગે છે તેવી ક્રિયાયુક્ત ભિક્ષા લેવાથી
અદિઠ્ઠહડાએ - નજરે નથી દેખાતું તેવે સ્થળેથી લાવેલું લેવાથી
દગ સંસઠ્ઠહડાએ - કાચાં પાણીનો સ્પર્શ કરીને દીધેલો આહાર લેવાથી
રય સંસઠ્ઠહડાએ - સચેત પ્રુથ્વી આદિ રજનો સ્પર્શ કરીને દીધેલો આહાર લેવાથી
પારિસાડણિયાએ - વેરાતી ઢોળાતી છાંટા પાડતાં ભિક્ષા લેવી પડે
પારિકાવણિયાએ - પરઠવવા લાયક આહાર લેવો પડે
ઓહાસણભિક્ખાઈ - વારેવારે વસ્તુ માંગી લીધી હોય
જં ઊગ્ગમેણં - જે ગ્રુહસ્થથી દોષ લાગ્યા હોય
ઉપ્પાયણેસણાએ - પોતાથકી જે દોષ લાગ્યા હોય
ઉપરિસુદ્ધમં - અશુધ્ધ ભિક્ષા
પડિગ્ગહિયં - ગ્રહણ કરી હોય
પરિભુત્તં - ખાધી હોય, વાપરી હોય
વા જં - પરઠવવા યોગ્ય વસ્તુ હોય છતા
ન પરિઠ્ઠવિયં - ન પરઠવી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ |