ધર્મધ્યાનનો કાઉસગ્ગ

સે કિં ત - શું છે તે
ધમ્મેજ્ઝાણે - ધર્મધ્યાન
ચઉવ્વિહે - ચાર પ્રકારના છે
ચઉપ્પડીયારે - તે દરેકના ચાર ચાર પડ ભેદ છે
પન્નતે તં જ્હા - તે આ પ્રમાણે પ્રરૂપ્યા
આણાય વિજએ - આજ્ઞાનો વિચાર ચિંતવવો
અવાય વિજએ - દુઃખનો વિચાર ચિંતવવો
વિવાગ વિજએ - જીવ સુખ દુઃખ શાથી ભોગવે છે ? તેનો વિચાર ચિંતવવો
સંઠાણ વિજએ - લોકના આકારનો વિચાર ચિંતવવો
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ - ધર્મધ્યાનના
ચત્તારિ લક્ખણા - ચાર લક્ષણ
પન્નત્તા તં જ્હા - તે આ પ્રમાણે પ્રરૂપ્યા
આણા રૂઈ – આજ્ઞાની રુચિ
નિસગ્ગ રૂઈ - સત્યની સ્વભાવગત રુચિ
ઉવએસ રૂઈ - ઉપદેશની રુચિ
સુત્ત રૂઈ - સૂત્ર સિદ્ધાંતની રુચિ
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ - ધર્મધ્યાનના
ચત્તારિ આલંબણા - ચાર આલંબના
પન્નત્તા તં જ્હા - તે આ પ્રમાણે પ્રરૂપ્યા
વાયણા - વાંચવું
પુચ્છણા - પૂછવું
પરિયટ્ટણા - શીખેલું સંભારવું
ધમ્મકહા - ધર્મ કથા કરવી
ધમ્મસ્સણં જ્ઝાણસ્સ - ધર્મ ધ્યાનની
ચત્તારિ અણુપ્પેહા - ચાર અનુપ્રેક્ષા (વિચારણા)
પન્નત્તા તં જ્હા - તે આ પ્રમાણે પ્રરૂપી
એગચ્ચાણુપ્પેહા - એકલા પણનો વિચાર ચિંતવવો (કે આ જીવ એકલો આવ્યો છે અને એકલો જવાનો છે)
અણિચ્ચાણુપ્પેહા - અનિત્યપણાનો વિચાર ચિંતવવો કે સંસાર અનિત્ય છે વગેરે
અસરણાણુંપ્પેહા - અશરણપણાનો વિચાર ચિંતવવો (કે સંસારમાં કોઈ કોઈનું શરણ નથી વગેરે)
સંસારાણુપ્પેહા - સંસાર વિષે વિચાર ચિંતવવો (કે સંસાર કેવો વિચિત્ર છે વગેરે) 
એ ધર્મધ્યાનનો સૂત્ર પાઠ કહ્યો, હવે તેના અર્થ કહે છે

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા