પહેલા ખામણાં શ્રી અરિહંત દેવોને

(બન્ને ઢીંચણ નીચાં ઢાળી ખામણાં બોલવા)
પહેલા ખામણાં શ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા તીર્થકર દેવ બિરાજ છે તેમને કરૂં છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જ્ધન્ય રસ ઊપજે તો કર્મની ક્રોડું ખપે, અને ઉત્ક્રુષ્ટો રસ ઊપજે તો જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જે, હાલ બિરાજતા વીશ તીર્થકરોના નામ :
૧.  શ્રી સીમંધર સ્વામી
૨.  શ્રી જુગમંધર સ્વામી
૩.  શ્રી બાહુ સ્વામી
૪.  શ્રી સુબાહુ સ્વામી
૫.  શ્રી સુજાતનાથ સ્વામી
૬.  શ્રી સ્વ્યંપ્રભ સ્વામી
૭.  શ્રી ઋષભાનન સ્વામી
૮.  શ્રી અનંતવીર્ય સ્વામી
૯.  શ્રી સુરપ્રભ સ્વામી
૧૦. શ્રી વિશાલપ્રભ સ્વામી
૧૧. શ્રી વજ્રધર સ્વામી
૧૨. શ્રી ચન્દ્રાનન સ્વામી
૧૩. શ્રી ચંદ્રબાહુ સ્વામી
૧૪. શ્રી ભુજંગદેવ સ્વામી
૧૫. શ્રી ઈશ્વર સ્વામી
૧૬. શ્રી નેમપ્રભ સ્વામી
૧૭. શ્રી વીરસેન સ્વામી
૧૮. શ્રી મહાભદ્ર સ્વામી
૧૯. શ્રી દેવજસ્સ  સ્વામી
૨૦. શ્રી અજિતસેન સ્વામી
તે જધન્ય તીર્થકર ૨૦ અને ઉત્ક્રુષ્ટ હોય તો ૧૬૦ તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો

તે સ્વામીનાથ કેવા છે ? મારા તમારા મનમનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે, તે સ્વામીને અનંતું જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંતુ ચારિત્ર છે, અનંતુ તપ છે, અનંતુ ધૈર્ય છે અને અનંતુ વીર્ય છે, ષટે (છ) ગુણે કરી સહિત છે, ચોત્રીસ અતિશયે કરી બિરાજમાન છે, પાંત્રીશ પ્રકારની સત્ય,વચન, વાણીના, ગુણે કરી સહિત છે, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ ક્ષય કરી મુક્તિ જવાના કામી થકા વિચરે છે,

ભવ્ય જીવના સંદેહ ભાંગે છે, સજોગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળ દર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, કલધ્યાન, શુકલ લેશ્યા, શુભ જોગ સહિત છે, ૬૪ ઈદ્રોંના જતિક, વંદનિક, અર્ચનિક છે. પંડિત વીર્ય આદિ અનંતગુણે કરી સહિત છે.

ધન્ય તે ગ્રામ, નગર, રાયહાણી, પૂર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામિની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે. અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઇ કર પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે.

ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજો છો, હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન, અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે જે કાંઈ અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજો ભુજો (વારંવાર) કરી ખમાવું છું. (અહી તિખ્ખુત્તોનો આખો પાઠ ત્રણ વાર બોલવો).

<< આ પહેલા               હવે પછી >>
index    અનુક્રમણિકા