મહાસંઘની પ્રવૃત્તી

શ્રી બૃહદમુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક મહાસંઘની સ્થાપના સન ૧૯૬૧ મા સ્વ. ચિમનલાલ ચકુભાઇ શાહના પ્રયત્ન તથા ખંતથી થઈ અને તેમને પ્રમુખ બનાવ્યા ત્યારે મુંબઈમાં આપણા સંઘો લગભગ ૩૫-૪૦ , બહુજ ઓછા હતા. આજે ૧૦૮ છે અને હજુ વધતા જ રહેવાના છે કારણકે મુંબઈમા જગ્યા ખેંચથી દુરદુરના પરામાં રહેવા જતા ત્યા ઉપાશ્રય અને સંઘો નવા થતા રહ્યા છે.

  • શ્રમણી વિદ્યાપીઠમાં મહાસતીજીઓને સારા પંડીતો, જેના પગાર બહુજ હોય છે એમને રોકીને શાસ્ત્રોક્ત જ્ઞાન ભણાવાય છે જ્યાં અત્યારસુધીમાં ૩૨૦ ઉપર સાધુ-સાધ્વીજી ભણીને વિવિધ ક્ષેત્રમાં જ્ઞાનનો પ્રચાર કરે છે. અત્યારે પણ ૧૯ સાધ્વીઓ અભ્યાસ કરે છે.

  • દર સાલ દેશ-પરદેશમાં ૧ થી ૧૬ શ્રેણીનો અભ્યાસ મહાસંઘ દ્વારા સંચાલિત ધાર્મિક શિક્ષણ બોર્ડ કરે છે અને તેમની દર સાલ ૪ - હજાર વિદ્યાર્થીઓ ભારતભરમાં પરીક્ષા આપે છે.

  • બૃહદમુંબઈમાં ૧૫૦ પાઠશાળા અને મહીલામંડળ ચાલે છે.

  • ધાર્મિક/સામાયિક, પ્રતિક્રમણ, ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પુસ્તકો છપાય છે.

  • દીક્ષાર્થીઓની મહાસંઘ પરમીશન પરીક્ષા લઈને આપે છે.

  • આપણા સ્થાનકમાં કર્મચારીઓ જેઓ  સાધુસાધ્વીજીઓનું ૨૪ કલાક ધ્યાન રાખે છે તેના મેડીક્લેઈમ વિમા લેવાથી તેમને અગવડ પડતી નથી, આ માટે કોઇને નામ આપવુ હોય તો રૂપિયા ૧૧ લાખમાં આપી શકાશે.

  • વિકર સેક્શનના સાધર્મિક પરિવારના મેડીક્લેઈમ ૫૦ હજાર સુધીના લેવાય છે. ક્લેઈમ વધતા હવે પ્રીમીયમ બહુજ વધે છે. આનુ કારણ બે માણસ પોતે, બે છોકરા અને ઘણા કિસ્સામાં મા-બાપ સાથે હોય જેથી ક્લેઈમ વધે છે. આ કામ માટે એક વ્યક્તિના રૂપિયા ૨૦૦૦ લઈને એડોપ્ટ કરી શકાય, વધારે રકમ પણ આપી શકાય. આ સ્કીમમાં નામ સંસ્થા સાથે વાત કરીને આપી શકાય. આ લાભ દુર્લભ ગણાય કારણકે મધ્યમ વર્ગના ભાઈઓ લાંબો હાથ કરી શકે નહિ તેની બચત ખલાસ થાય, કર્જ પણ થાય, સારી રકમ પણ મળે તો સ્કીમને વેગ મળે, વિકર સેક્શનને લાભ મળે.

  • શ્રેષ્ઠ સંઘ, શ્રેષ્ઠ શ્રાવક અને શ્રેષ્ઠ જ્ઞાનદાતા ઉચ્ચ શિક્ષણ આપનાર તેને હર સાલ એવોર્ડ અપાય છે આ માટે રૂપિયા ૧૫ લાખમાં નામ મળશે.

  • ધાર્મિક શિક્ષણ બોર્ડને નામથી ધાર્મિક શિક્ષણ અપાય છે.

  • ચાતુર્માસ સંઘોને જરૂર પડે કરાવી અપાય છે.

  • મહાસંઘ દ્વારા પ્રતિક્રમણની વેબસાઈટ શરૂં કરવામાં આવી છે.

www.mahasangh.org

આપ શ્રમણી વિદ્યાપીઠમાં જ્ઞાન-દાન માટે મદદ કરી શકો છો.

સંઘના કર્મચારીના વિમા માટે મદદ કરી શકો છો.

વિકર સેક્શનના મેડીક્લેઈમ માટે મદદ કરી શકો છો. નામ પણ લઈ શકો છો.

એવોર્ડ માટે પણ નામ લઈ શકો છો.

Address:
542, Jagannath Shankar Sheth Road, Chira Bazar, 3rd Floor,
Above Dasha Shrimali Office, Kamani Wadi, Mumbai - 400 002.
Phone : 2291 8788 / 2201 8629